ગીતશાસ્ત્ર ૮૪:૨
મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.ગીતશાસ્ત્ર ૮૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 84:2
- My soul longs, and even faints for the courts of the LORD. My heart and my flesh cry out for the living God.
- हिन्दी — भजन संहिता ८४:२
- मेरा प्राण यहोवा के आँगनों की अभिलाषा करते-करते मूर्छित हो चला; मेरा तन मन दोनों जीविते परमेश्वर को पुकार रहे।
સંદર્ભમાં
૧હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
૨મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
૩ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર.
૪તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ
