પ્રકટીકરણ ૧૩:૧૦
જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ.પ્રકટીકરણ ૧૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 13:10
- If anyone is to go into captivity, he will go into captivity. If anyone is to be killed with the sword, he must be killed. Here is the endurance and the faith of the saints.
- हिन्दी — प्रकाशितवाक्य १३:१०
- जिसको कैद में पड़ना है, वह कैद में पड़ेगा, जो तलवार से मारेगा, अवश्य है कि वह तलवार से मारा जाएगा। पवित्र लोगों का धीरज और विश्वास इसी में है। (प्रका. 14:12)
સંદર્ભમાં
૮જેઓનાં નામ સૃષ્ટિના સર્જનથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે.
૯જો કોઈને કાન હોય તો તે સાંભળે.
૧૦જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ.
૧૧પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના શિંગડાં જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું.
૧૨પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે.
