પ્રકટીકરણ ૧૩:૧૭
વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.પ્રકટીકરણ ૧૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 13:17
- and that no one would be able to buy or to sell unless he has that mark, which is the name of the beast or the number of his name.
- हिन्दी — प्रकाशितवाक्य १३:१७
- कि उसको छोड़ जिस पर छाप अर्थात् उस पशु का नाम, या उसके नाम का अंक हो, और अन्य कोई लेन-देन न कर सके।
સંદર્ભમાં
૧૫તેને, એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે.
૧૬વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે;
૧૭વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.
૧૮આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.
