પ્રકટીકરણ ૧૩:૫
બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.પ્રકટીકરણ ૧૩:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 13:5
- A mouth speaking great things and blasphemy was given to him. Authority to make war for forty-two months was given to him.
- हिन्दी — प्रकाशितवाक्य १३:५
- बड़े बोल बोलने और निन्दा करने के लिये उसे एक मुँह दिया गया, और उसे बयालीस महीने तक काम करने का अधिकार दिया गया।
સંદર્ભમાં
૩મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી;
૪તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, ‘હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?’”
૫બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.
૬તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે.
૭તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો.
