પ્રકટીકરણ ૧૯:૧૨
અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.પ્રકટીકરણ ૧૯:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 19:12
- His eyes are a flame of fire, and on his head are many crowns. He has names written and a name written which no one knows but he himself.
- हिन्दी — प्रकाशितवाक्य १९:१२
- उसकी आँखें आग की ज्वाला हैं, और उसके सिर पर बहुत से राजमुकुट हैं। और उसका एक नाम उस पर लिखा हुआ है, जिसे उसको छोड़ और कोई नहीं जानता। (प्रका. 19:16)
સંદર્ભમાં
૧૦મેં તેમને ભજવાને દંડવત પ્રણામ કર્યા, પણ તેમણે મને કહ્યું કે, ‘જોજે, એવું ન કર, હું તારો અને ઈસુની સાક્ષી રાખનારા તારા ભાઈઓમાંનો એક સાથી સેવક છું; ઈશ્વરનું ભજન કર; કેમ કે ઈસુની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.’”
૧૧પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે ‘વિશ્વાસુ તથા સત્ય’ છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે.
૧૨અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.
૧૩લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે.
૧૪સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા.
