પ્રકટીકરણ ૧૯:૧૬
તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે ‘રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ.’”પ્રકટીકરણ ૧૯:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 19:16
- He has on his garment and on his thigh a name written, “KING OF KINGS AND LORD OF LORDS.”
- हिन्दी — प्रकाशितवाक्य १९:१६
- और उसके वस्त्र और जाँघ पर यह नाम लिखा है: “राजाओं का राजा और प्रभुओं का प्रभु।” (1 तीमु. 6:15)
સંદર્ભમાં
૧૪સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા.
૧૫તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી તે દેશને મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.
૧૬તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે ‘રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ.’”
૧૭મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, ‘તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ;
૧૮એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ.”
