પ્રકટીકરણ ૨:૧૧
પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.પ્રકટીકરણ ૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 2:11
- He who has an ear, let him hear what the Spirit says to the assemblies. He who overcomes won’t be harmed by the second death.
- हिन्दी — प्रकाशितवाक्य २:११
- जिसके कान हों, वह सुन ले कि आत्मा कलीसियाओं से क्या कहता है: जो जय पाए, उसको दूसरी मृत्यु से हानि न पहुँचेगी।
સંદર્ભમાં
૯હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.
૧૦તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ! તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.
૧૧પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.
૧૨પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેની પાસે બેધારી તીક્ષ્ણ તલવાર છે તે આ વાતો કહે છે કે,
૧૩તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ.
