પ્રકટીકરણ ૨:૧૫
એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે.પ્રકટીકરણ ૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 2:15
- So also you likewise have some who hold to the teaching of the Nicolaitans.
- हिन्दी — प्रकाशितवाक्य २:१५
- वैसे ही तेरे यहाँ कुछ तो ऐसे हैं, जो नीकुलइयों की शिक्षा को मानते हैं।
સંદર્ભમાં
૧૩તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ.
૧૪તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે.
૧૫એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે.
૧૬તેથી પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ.
૧૭આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી.
