પ્રકટીકરણ ૨:૨૦
તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.પ્રકટીકરણ ૨:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 2:20
- But I have this against you, that you tolerate your woman Jezebel, who calls herself a prophetess. She teaches and seduces my servants to commit sexual immorality and to eat things sacrificed to idols.
- हिन्दी — प्रकाशितवाक्य २:२०
- पर मुझे तेरे विरुद्ध यह कहना है, कि तू उस स्त्री ईजेबेल को रहने देता है जो अपने आपको भविष्यद्वक्तिन कहती है, और मेरे दासों को व्यभिचार करने, और मूर्तियों के आगे चढ़ाई गई वस्तुएँ खाना सिखाकर भरमाती है। (प्रका. 2:14)
સંદર્ભમાં
૧૮થુઆતૈરામાંનાં મંડળીના સ્વર્ગદૂતને લખ કે. ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમનાં પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે.
૧૯તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું.
૨૦તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.
૨૧તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી.
૨૨જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.
