પ્રકટીકરણ ૨૨:૭
જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.’”પ્રકટીકરણ ૨૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 22:7
- “Behold, I am coming soon! Blessed is he who keeps the words of the prophecy of this book.”
- हिन्दी — प्रकाशितवाक्य २२:७
- “और देख, मैं शीघ्र आनेवाला हूँ; धन्य है वह, जो इस पुस्तक की भविष्यद्वाणी की बातें मानता है।”
સંદર્ભમાં
૫ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.
૬તે દૂતે મને કહ્યું કે, ‘એ વાતો વિશ્વસનીય તથા સાચી છે; અને પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમણે જે થોડા સમયમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા સારુ પોતાના સ્વર્ગદૂતને મોકલ્યો છે.
૭જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.’”
૮જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી, તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો.
૯પણ તેણે મને કહ્યું કે, ‘જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.’”
