રોમનોને પત્ર ૧૩:૧૦
પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે.રોમનોને પત્ર ૧૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 13:10
- Love doesn’t harm a neighbor. Love therefore is the fulfillment of the law.
- हिन्दी — रोमियों १३:१०
- प्रेम पड़ोसी की कुछ बुराई नहीं करता, इसलिए प्रेम रखना व्यवस्था को पूरा करना है।
સંદર્ભમાં
૮એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે.
૯કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પડોશી પર પ્રેમ રાખવો.’”
૧૦પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે.
૧૧સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે.
૧૨રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.
