રોમનોને પત્ર ૧૪:૧૬
તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.રોમનોને પત્ર ૧૪:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 14:16
- Then don’t let your good be slandered,
- हिन्दी — रोमियों १४:१६
- अब तुम्हारी भलाई की निन्दा न होने पाए।
સંદર્ભમાં
૧૪હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.
૧૫જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
૧૬તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
૧૭કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.
૧૮કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
