રોમનોને પત્ર ૧૪:૨૧
માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.રોમનોને પત્ર ૧૪:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 14:21
- It is good to not eat meat, drink wine, nor do anything by which your brother stumbles, is offended, or is made weak.
- हिन्दी — रोमियों १४:२१
- भला तो यह है, कि तू न माँस खाए, और न दाखरस पीए, न और कुछ ऐसा करे, जिससे तेरा भाई ठोकर खाए।
સંદર્ભમાં
૧૯તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.
૨૦ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.
૨૧માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.
૨૨જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.
૨૩પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.
