રોમનોને પત્ર ૪:૨૦
ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને,રોમનોને પત્ર ૪:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 4:20
- Yet, looking to the promise of God, he didn’t waver through unbelief, but grew strong through faith, giving glory to God,
- हिन्दी — रोमियों ४:२०
- और न अविश्वासी होकर परमेश्वर की प्रतिज्ञा पर संदेह किया, पर विश्वास में दृढ़ होकर परमेश्वर की महिमा की,
સંદર્ભમાં
૧૮આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય.
૧૯તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ.
૨૦ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને,
૨૧તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે, તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો.
૨૨તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.
