રૂથ ૨:૧૭
તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ લગભગ વીસ કિલો જવ નીકળ્યા.રૂથ ૨:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ruth 2:17
- So she gleaned in the field until evening; and she beat out that which she had gleaned, and it was about an ephah of barley.
- हिन्दी — रूत २:१७
- अतः वह साँझ तक खेत में बीनती रही; तब जो कुछ बीन चुकी उसे फटका , और वह कोई एपा भर जौ निकला।
સંદર્ભમાં
૧૫જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, “એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.
૧૬અને પૂળીઓમાંથી કેટલુંક પડતું મૂકીને તેને તેમાંથી તેને કણસલાં વીણવા દેજો. તેને કનડગત કરશો નહિ.”
૧૭તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ લગભગ વીસ કિલો જવ નીકળ્યા.
૧૮તે લઈને તે નગરમાં ગઈ. ત્યાં તેની સાસુએ તેનાં વીણેલાં કણસલાં જોયાં. રૂથે પોતાના બપોરના ભોજનમાંથી જે પોંક વધ્યો હતો તે પણ રૂથે તેને આપ્યો.
૧૯ત્યારે તેની સાસુએ તેને કહ્યું, “આજે તેં, ક્યાંથી કણસલાં વીણ્યાં? અને તું ક્યાં કામ કરવા ગઈ હતી? જેણે તારી મદદ કરી તે આશીર્વાદિત હો.” અને જેની સાથે તેણે કામ કર્યું હતું તે ખેતરના માલિક વિષે પોતાની સાસુને તેણે કહ્યું કે, “જેના ખેતરમાં મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે.”
