Skip to content
Methodist Church Nadiad
સવાર સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. પરોઢિયું થાય તે પહેલાં ઊઠી ગઈ. કેમ કે તેણે કહ્યું હતું કે, “કોઈને જાણ થવી ના જોઈએ કે કોઈ સ્ત્રી ખળીમાં આવી હતી.”

રૂથ ૩:૧૪ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishRuth 3:14
She lay at his feet until the morning, then she rose up before one could discern another. For he said, “Let it not be known that the woman came to the threshing floor.”
हिन्दीरूत ३:१४
तब वह उसके पाँवों के पास भोर तक लेटी रही, और उससे पहले कि कोई दूसरे को पहचान सके वह उठी; और बोअज ने कहा, “कोई जानने न पाए कि खलिहान में कोई स्त्री आई थी।”

સંદર્ભમાં

૧૨જોકે તેં સાચું કહ્યું છે કે હું નજીકનો સંબંધી છું; તોપણ મારા કરતાં વધારે નજીકનો એક સંબંધી છે.

૧૩આજ રાત અહીંયાં રહી જા. અને સવારમાં જો તે પોતાની ફરજ બજાવે તો સારું, ભલે તે નજીકના સગાં તરીકેની પોતાની ફરજ બજાવે. પણ જો તે સગાં તરીકે તારા પ્રત્યેની પોતાની જવાબદારી અદા નહિ કરે તો પછી, ઈશ્વરની સમક્ષતામાં હું પ્રતિજ્ઞા કરું છું કે, નજીકના સગા તરીકેની તારા પ્રત્યેની ફરજ હું બજાવીશ. સવાર સુધી સૂઈ રહે.”

૧૪સવાર સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. પરોઢિયું થાય તે પહેલાં ઊઠી ગઈ. કેમ કે તેણે કહ્યું હતું કે, “કોઈને જાણ થવી ના જોઈએ કે કોઈ સ્ત્રી ખળીમાં આવી હતી.”

૧૫બોઆઝે કહ્યું, “તારા અંગ પરની ઓઢણી ઉતારીને લંબાવ. “તેણે તે લંબાવીને પાથર્યું. ત્યારે બોઆઝે છ મોટા માપ થી માપીને જવ આપ્યાં અને પોટલી તેના માથા પર મૂકી. પછી તે નગરમાં ગઈ.

૧૬જયારે તેની સાસુ પાસે તે આવી ત્યારે તેણે પૂછ્યું, “મારી દીકરી, ત્યાં શું થયું?” ત્યારે તે માણસે તેની સાથે જે વ્યવહાર કર્યો હતો તે વિષે રૂથે તેને જણાવ્યું.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.