રૂથ ૪:૮
તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તે ખરીદી લે. “અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.રૂથ ૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ruth 4:8
- So the near kinsman said to Boaz, “Buy it for yourself,” then he took off his sandal.
- हिन्दी — रूत ४:८
- इसलिए उस छुड़ानेवाले कुटुम्बी ने बोअज से यह कहकर; “कि तू उसे मोल ले,” अपनी जूती उतारी।
સંદર્ભમાં
૬ત્યારે નજીકના સંબંધીએ કહ્યું કે, “મારા પોતાના ઉત્તરાધિકારીને હાનિ કર્યા સિવાય હું મારા માટે તે છોડાવી શકાશે નહિ. તેથી હવે તે જમીન છોડાવવાં માટે તું હકદાર થા; કેમ કે મારાથી તે છોડાવી શકાય તેમ નથી.”
૭હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી.
૮તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તે ખરીદી લે. “અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.
૯બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે.
૧૦વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો.”
