ગીતોનું ગીત ૨:૧૬
મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.ગીતોનું ગીત ૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 2:16
- My beloved is mine, and I am his. He browses among the lilies.
- हिन्दी — श्रेष्ठगीत २:१६
- मेरा प्रेमी मेरा है और मैं उसकी हूँ, वह अपनी भेड़-बकरियाँ सोसन फूलों के बीच में चराता है ।
સંદર્ભમાં
૧૪હે ખડકની ફાટોમાં, પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી, મને તારો ચહેરો જોવા દે, તારો અવાજ સાંભળવા દે. કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે.”
૧૫શિયાળવાં , નાનાં શિયાળવાંને મારા માટે પકડો, તે દ્રાક્ષવાડીઓને બગાડે છે, અમારી દ્રાક્ષવાડી ફૂલોથી ખીલી રહી છે.
૧૬મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.
૧૭હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.
