ગીતોનું ગીત ૪:૩
તારા હોઠ જાંબલી રંગના દોરા જેવા છે; તારું મુખ ખૂબસૂરત છે! તારા બુરખાની પાછળ, તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે.ગીતોનું ગીત ૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 4:3
- Your lips are like scarlet thread. Your mouth is lovely. Your temples are like a piece of a pomegranate behind your veil.
- हिन्दी — श्रेष्ठगीत ४:३
- तेरे होंठ लाल रंग की डोरी के समान हैं, और तेरा मुँह मनोहर है, तेरे कपोल तेरी लटों के नीचे अनार की फाँक से देख पड़ते हैं।
સંદર્ભમાં
૧મારી પ્રિયતમા તું કેવી સુંદર છે તું મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી આંખો કબૂતર જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં, બકરાનાં ટોળાં જેવા લાગે છે.
૨તારા દાંત તરત કતરાયેલ તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે. પ્રત્યેક ઘેટીને બબ્બે બચ્ચાં છે, તેઓમાંની કોઈ વાંઝણી નથી.
૩તારા હોઠ જાંબલી રંગના દોરા જેવા છે; તારું મુખ ખૂબસૂરત છે! તારા બુરખાની પાછળ, તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે.
૪શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.
૫હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.
