ગીતોનું ગીત ૪:૯
હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તેં મારું હૃદય મોહી લીધું છે તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.ગીતોનું ગીત ૪:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 4:9
- You have ravished my heart, my sister, my bride. You have ravished my heart with one of your eyes, with one chain of your neck.
- हिन्दी — श्रेष्ठगीत ४:९
- हे मेरी बहन, हे मेरी दुल्हन, तूने मेरा मन मोह लिया है, तूने अपनी आँखों की एक ही चितवन से, और अपने गले के एक ही हीरे से मेरा हृदय मोह लिया है।
સંદર્ભમાં
૭મારી પ્રિયતમા, સર્વ બાબતોમાં તું અતિ સુંદર છે તારામાં કોઈ ખોડ નથી.
૮હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, દીપડાઓના પર્વતોની ગુફામાંથી આવ.
૯હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તેં મારું હૃદય મોહી લીધું છે તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.
૧૦મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તારો પ્રેમ કેવો મધુર છે! દ્રાક્ષારસ કરતાં તારો પ્રેમ કેટલો ઉત્તમ છે? તથા તારા અત્તરની ખુશ્બો સર્વ પ્રકારના સુગંધીઓ કરતાં કેટલી ઉત્તમ છે.
૧૧મારી નવવધૂ, મધપૂડાની જેમ તારા હોઠમાંથી મીઠાશ ટપકે છે; તારી જીભ નીચે મધ તથા દૂધ છે; તારા વસ્રોની ખુશ્બો લબાનોનની ખુશ્બો જેવી છે.
