ગીતોનું ગીત ૭:૬
મારી પ્રિયતમા તું કેવી પ્રેમાળ અને અતિ સુંદર છે, તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!ગીતોનું ગીત ૭:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 7:6
- How beautiful and how pleasant you are, love, for delights!
- हिन्दी — श्रेष्ठगीत ७:६
- हे प्रिय और मनभावनी कुमारी, तू कैसी सुन्दर और कैसी मनोहर है!
સંદર્ભમાં
૪તારી ગરદન હાથીદાંતના બુરજ જેવી છે; તારી આંખો હેશ્બોનમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલા કુંડ જેવી છે. તારું નાક જાણે દમસ્કસ તરફના લબાનોનના બુરજ જેવું છે.
૫તારું શિર કાર્મેલ પર્વત જેવું છે; તારા શિરના કેશ જાંબુડા રંગના છે. રાજા તારી લટોમાં પોતે બંદીવાન બની ગયો છે.
૬મારી પ્રિયતમા તું કેવી પ્રેમાળ અને અતિ સુંદર છે, તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!
૭તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તનો દ્રાક્ષાની લૂમો જેવા છે.
૮મેં વિચાર્યું કે, “હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ; હું તેની ડાળીઓ પકડીશ.” તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય, તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય.
