ઝખાર્યા ૧:૧૬
તેથી સૈન્યોના યહોવાહ એવું કહે છે, “હું દયા સાથે યરુશાલેમમાં પાછો આવ્યો છું. મારું ઘર ત્યાં બંધાશે” સૈન્યોના યહોવાહ કહે છે કે, “અને માપવાની દોરી યરુશાલેમ પર લંબાવવામાં આવશે.”ઝખાર્યા ૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 1:16
- Therefore the LORD says: “I have returned to Jerusalem with mercy. My house shall be built in it,” says the LORD of Armies, “and a line shall be stretched out over Jerusalem.”’
- हिन्दी — जकर्याह १:१६
- इस कारण यहोवा यह कहता है, अब मैं दया करके यरूशलेम को लौट आया हूँ; मेरा भवन उसमें बनेगा, और यरूशलेम पर नापने की डोरी डाली जाएगी, सेनाओं के यहोवा की यही वाणी है।
સંદર્ભમાં
૧૪તેથી મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, “તું પોકાર કરીને કહે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: “હું યરુશાલેમ તથા સિયોન માટે અતિશય લાગણીથી આવેશી છું.
૧૫જે પ્રજાઓ આરામ ભોગવે છે તેઓના પર હું ઘણો કોપાયમાન થયો છું; કેમ કે હું તેઓનાથી થોડો નાખુશ થયો હતો પણ તેઓએ દુઃખમાં વૃદ્ધિ કરી.”
૧૬તેથી સૈન્યોના યહોવાહ એવું કહે છે, “હું દયા સાથે યરુશાલેમમાં પાછો આવ્યો છું. મારું ઘર ત્યાં બંધાશે” સૈન્યોના યહોવાહ કહે છે કે, “અને માપવાની દોરી યરુશાલેમ પર લંબાવવામાં આવશે.”
૧૭ફરીથી પોકારીને કહે કે, ‘સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘મારાં નગરો ફરીથી સમૃદ્ધ થઈને ચારેબાજુ વૃદ્ધિ પામશે, અને યહોવાહ ફરીવાર સિયોનને દિલાસો આપશે, તે ફરી એકવાર યરુશાલેમને પસંદ કરશે.”
૧૮પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને ચાર શિંગડાં દેખાયાં.
