ઝખાર્યા ૧:૩
હવે, ‘સૈન્યોના યહોવાહ કહે છે કે, “તમે મારી તરફ પાછા ફરો!” “તો હું તમારી પાસે પાછો આવીશ,” સૈન્યોના યહોવાહ કહે છે.ઝખાર્યા ૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 1:3
- Therefore tell them, the LORD of Armies says: ‘Return to me,’ says the LORD of Armies, ‘and I will return to you,’ says the LORD of Armies.
- हिन्दी — जकर्याह १:३
- इसलिए तू इन लोगों से कह, सेनाओं का यहोवा यह कहता है: तुम मेरी ओर फिरो, सेनाओं के यहोवा की यही वाणी है, तब मैं तुम्हारी ओर फिरूँगा, सेनाओं के यहोवा का यही वचन है। (याकू. 4:8, होशे 6:1)
સંદર્ભમાં
૧દાર્યાવેશ રાજાના શાસનના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પાસે યહોવાહનું વચન આવ્યું કે,
૨હું યહોવાહ તમારા પિતૃઓ પર અત્યંત નારાજ થયો હતો!
૩હવે, ‘સૈન્યોના યહોવાહ કહે છે કે, “તમે મારી તરફ પાછા ફરો!” “તો હું તમારી પાસે પાછો આવીશ,” સૈન્યોના યહોવાહ કહે છે.
૪“તમારા પિતૃઓ જેવા ન થશો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા કે, સૈન્યોના યહોવાહ કહે છે કે: તમારા દુષ્ટ માર્ગોથી અને દુષ્કૃત્યોથી પાછા ફરો” પણ તેઓએ મારું સાંભળ્યું નહિ કે મારા કહેવા પર ધ્યાન આપ્યું નહિ.’ આ સૈન્યોના યહોવાહની ઘોષણા છે.
૫“તમારા પિતૃઓ ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?
