ઝખાર્યા ૨:૩
પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો.ઝખાર્યા ૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 2:3
- Behold, the angel who talked with me went out, and another angel went out to meet him,
- हिन्दी — जकर्याह २:३
- तब मैंने क्या देखा, कि जो दूत मुझसे बातें करता था वह चला गया, और दूसरा दूत उससे मिलने के लिये आकर,
સંદર્ભમાં
૧મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.
૨મેં કહ્યું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું.”
૩પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો.
૪બીજા દૂતે તેને કહ્યું, “દોડ અને પેલા જુવાનને કહે કે, ‘યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.
૫કેમ કે, યહોવાહ કહે છે કે, ‘હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.’”
