ઝખાર્યા ૨:૮
કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે કે, જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.ઝખાર્યા ૨:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 2:8
- For the LORD of Armies says: ‘For honor he has sent me to the nations which plundered you; for he who touches you touches the apple of his eye.
- हिन्दी — जकर्याह २:८
- क्योंकि सेनाओं का यहोवा यह कहता है, उस तेज के प्रगट होने के बाद उसने मुझे उन जातियों के पास भेजा है जो तुम्हें लूटती थीं, क्योंकि जो तुम को छूता है, वह मेरी आँख की पुतली ही को छूता है।
સંદર્ભમાં
૬યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ ‘વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે.
૭‘હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી, તું નાસી જા!”
૮કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે કે, જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.
૯“યહોવાહ કહે છે કે, હું મારો હાથ તેઓ પર હલાવીશ, અને તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે.
૧૦“સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર, કેમ કે, યહોવાહ કહે છે કે, હું આવું છું, હું તારી સાથે રહીશ.”
