ઝખાર્યા ૩:૭
સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘જો તું મારા માર્ગોમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે, તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારાં આંગણાં સંભાળશે; કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ.ઝખાર્યા ૩:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 3:7
- “The LORD of Armies says: ‘If you will walk in my ways, and if you will follow my instructions, then you also shall judge my house, and shall also keep my courts, and I will give you a place of access among these who stand by.
- हिन्दी — जकर्याह ३:७
- “सेनाओं का यहोवा तुझ से यह कहता है: यदि तू मेरे मार्गों पर चले, और जो कुछ मैंने तुझे सौंप दिया है उसकी रक्षा करे, तो तू मेरे भवन का न्यायी, और मेरे आँगनों का रक्षक होगा; और मैं तुझको इनके बीच में आने-जाने दूँगा जो पास खड़े हैं।
સંદર્ભમાં
૫દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી પહેરાવો.” તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેને અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યાં, અને તે સમયે યહોવાહનો દૂત તેની પાસે ઊભો હતો.
૬ત્યારબાદ યહોવાહના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞા પૂર્વક આપીને કહ્યું કે,
૭સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘જો તું મારા માર્ગોમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે, તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારાં આંગણાં સંભાળશે; કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ.
૮હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી સાથે રહેનાર તારા સાથીઓ, સાંભળો. કેમ કે આ માણસો ચિહ્નરૂપ છે, કેમ કે હું મારા સેવક જે અંકુર કહેવાય છે તેને લાવીશ.
૯હવે જે પથ્થર મેં યહોશુઆ આગળ મૂક્યો છે તે જુઓ. આ એક પથ્થરને સાત આંખ છે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, હું તેના પર કોતરણી કરીશ, ‘આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.
