ઝખાર્યા ૫:૧
ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું જોયું.ઝખાર્યા ૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 5:1
- Then again I lifted up my eyes and saw, and behold, a flying scroll.
- हिन्दी — जकर्याह ५:१
- मैंने फिर आँखें उठाई तो क्या देखा, कि एक लिखा हुआ पत्र उड़ रहा है।
સંદર્ભમાં
૧ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું જોયું.
૨દૂતે મને કહ્યું, “તું શું જુએ છે? “મેં જવાબ આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું, તે વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”
૩ત્યારે તેણે મને કહ્યું, “આ તો આખા દેશની સપાટી પર આવનાર શાપ છે, કેમ કે, તેના કહ્યા પ્રમાણે ચોરી કરનાર દરેકનો નાશ કરવામાં આવશે, ખોટા સમ ખાનાર દરેક માણસને તેના કહ્યા પ્રમાણે નાશ કરવામાં આવશે.”
