ઝખાર્યા ૫:૯
મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ બે સ્ત્રીઓ મારી પાસે આવતી હતી, તેઓની પાંખોમાં પવન હતો કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો.ઝખાર્યા ૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 5:9
- Then I lifted up my eyes and saw, and behold, there were two women; and the wind was in their wings. Now they had wings like the wings of a stork, and they lifted up the ephah basket between earth and the sky.
- हिन्दी — जकर्याह ५:९
- तब मैंने आँखें उठाई, तो क्या देखा कि दो स्त्रियाँ चली जाती हैं जिनके पंख पवन में फैले हुए हैं, और उनके पंख सारस के से हैं, और वे एपा को आकाश और पृथ्वी के बीच में उड़ाए लिए जा रही हैं।
સંદર્ભમાં
૭પછી ટોપલા પરથી સીસાનું ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રી જોવામાં આવી.
૮દૂતે કહ્યું, “આ દુષ્ટતા છે.” અને તેણે તે સ્ત્રીને પાછી ટોપલાની અંદર નાખી દીધી અને તેણે તેના પર સીસાનું ઢાંકણ મૂકી દીધું.
૯મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ બે સ્ત્રીઓ મારી પાસે આવતી હતી, તેઓની પાંખોમાં પવન હતો કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો.
૧૦પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, “તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે?”
૧૧તેણે મને કહ્યું, “શિનઆર દેશમાં , ત્યાં તેને માટે સભાસ્થાન બાંધવાનું છે, જ્યારે તે તૈયાર થશે ત્યારે તે ટોપલાને ત્યાં તેના તૈયાર કરેલા સ્થાને સ્થાપિત કરશે.”
