ઝખાર્યા ૬:૧૧
સોનું અને ચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક.ઝખાર્યા ૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 6:11
- Yes, take silver and gold, and make crowns, and set them on the head of Joshua the son of Jehozadak, the high priest;
- हिन्दी — जकर्याह ६:११
- उनके हाथ से सोना चाँदी ले, और मुकुट बनाकर उन्हें यहोसादाक के पुत्र यहोशू महायाजक के सिर पर रख;
સંદર્ભમાં
૯આથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
૧૦“દેશવટાથી પાછા આવેલાઓ પાસેથી, એટલે હેલ્દાયથી, ટોબિયાથી તથા યદાયા પાસેથી અર્પણ લે અને તે જ દિવસે તે લઈને તું સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા, કેમ કે તેઓ બાબિલથી આવ્યા છે.
૧૧સોનું અને ચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક.
૧૨તેને કહે કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે. “આ માણસ જેનું નામ અંકુર છે! તે જ્યાં છે ત્યાં ઊગી નીકળશે અને યહોવાહનું સભાસ્થાન બાંધશે!
૧૩તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.
