Skip to content
Methodist Church Nadiad
પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’ એવું સૈન્યોના યહોવાહ કહે છે.

ઝખાર્યા ૮:૧૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishZechariah 8:11
But now I will not be to the remnant of this people as in the former days,” says the LORD of Armies.
हिन्दीजकर्याह ८:११
परन्तु अब मैं इस प्रजा के बचे हुओं से ऐसा बर्ताव न करूँगा जैसा कि पिछले दिनों में करता था, सेनाओं के यहोवा की यही वाणी है।

સંદર્ભમાં

સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે: ‘જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ, તમારા હાથ બળવાન કરો.

૧૦કેમ કે તે સમય અગાઉ કોઈ માણસને પાક મળતો ન હતો, કે કોઈ જાનવરને પાક માટે મજૂરી પણ મળતી ન હતી. દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ ન હતી. મેં દરેક માણસોને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા.

૧૧પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’ એવું સૈન્યોના યહોવાહ કહે છે.

૧૨“ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે, અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે, કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.

૧૩હે યહૂદિયાના તથા ઇઝરાયલના વંશજો, તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા, પણ હવે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.’”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.