Skip to content
Methodist Church Nadiad
ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશ્શૂરનો નાશ કરશે, જેથી નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે.

સફાન્યા ૨:૧૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishZephaniah 2:13
He will stretch out his hand against the north, destroy Assyria, and will make Nineveh a desolation, as dry as the wilderness.
हिन्दीसपन्याह २:१३
वह अपना हाथ उत्तर दिशा की ओर बढ़ाकर अश्शूर को नाश करेगा, और नीनवे को उजाड़ कर जंगल के समान निर्जल कर देगा।

સંદર્ભમાં

૧૧હવે તેઓ યહોવાહથી બીશે અને તે આખી પૃથ્વીના બધા દેવોને મહેણાં મારશે. દરેક તેમની આરાધના કરશે, દરેક પોતપોતાના સ્થળેથી, હા, દરેક સમુદ્રકિનારેથી તેમની આરાધના કરશે.

૧૨તમે કૂશીઓ પણ મારી તલવારથી માર્યા જશો.

૧૩ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશ્શૂરનો નાશ કરશે, જેથી નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે.

૧૪જાનવરો, એટલે દરેક પ્રજાનાં પ્રાણીઓ આશ્શૂરમાં પડી રહેશે, તેના થાંભલાઓની ટોચ પર બગલાં તથા ઘુવડો માળા બાંધશે. તેઓના સાદનું ગાયન બારીમાંથી સંભળાશે, ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે, કેમ કે તેણે એરેજકાષ્ટના પાટડા ઉઘાડા કરી નાખ્યા છે.

૧૫આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું, તે હૃદયમાં કહે છે કે, “હું છું અને મારા જેવું કોઈ પણ નથી.” તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.