સફાન્યા ૨:૬
સમુદ્રકિનારા બીડો થઈ જશે અને ત્યાં ભરવાડોનાં રહેઠાણ તથા ટોળાંઓના વાડા થઈ જશે.સફાન્યા ૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zephaniah 2:6
- The sea coast will be pastures, with cottages for shepherds and folds for flocks.
- हिन्दी — सपन्याह २:६
- और उसी समुद्र तट पर चरवाहों के घर होंगे और भेड़शालाओं समेत चराई ही चराई होगी।
સંદર્ભમાં
૪કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે, આશ્કલોન વેરાન થઈ જશે. આશ્દોદને તેઓ ખરે બપોરે નસાડી મૂકશે, એક્રોનને તેઓ ઉખેડી નાખશે.
૫સમુદ્ર કિનારે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ! યહોવાહનું વચન તમારી વિરુદ્ધ છે કે, પલિસ્તીઓના દેશ, કનાન, હું તારો એવી રીતે નાશ કરીશ કે તારામાંનો કોઈ પણ નિવાસી બચી રહેશે નહિ.
૬સમુદ્રકિનારા બીડો થઈ જશે અને ત્યાં ભરવાડોનાં રહેઠાણ તથા ટોળાંઓના વાડા થઈ જશે.
૭કિનારાના પ્રદેશ પર યહૂદિયાના બાકીના લોકોનો કબજો થશે. અને તેઓ ત્યાં ઘેટાંબકરાં ચરાવશે. તેઓના લોકો સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઈ જશે, કેમ કે યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સંભાળ લેશે અને તેઓનું ભાવિ ફેરવી નાખશે.
૮“મોઆબનાં લોકોએ મહેણાં માર્યા છે અને આમ્મોન લોકોએ નિંદા કરી છે . તેઓએ મારા લોકોને મહેણાં માર્યાં, નિંદા કરી અને તેઓની સરહદો પચાવી પાડી તે મેં સાંભળ્યું છે.
