સફાન્યા ૩:૧૬
તે દિવસે તેઓ યરુશાલેમને કહેશે કે, “હે સિયોન, બીશ નહિ, તારા હાથો ઢીલા પડવા દઈશ નહિ.સફાન્યા ૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zephaniah 3:16
- In that day, it will be said to Jerusalem, “Don’t be afraid, Zion. Don’t let your hands be weak.”
- हिन्दी — सपन्याह ३:१६
- उस दिन यरूशलेम से यह कहा जाएगा, “हे सिय्योन मत डर, तेरे हाथ ढीले न पड़ने पाएँ।
સંદર્ભમાં
૧૪ઓ સિયોનની દીકરી ગાયન કર. હે ઇઝરાયલ ઉલ્લાસ કર. હે યરુશાલેમની દીકરી તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર.
૧૫યહોવાહ તમારી શિક્ષાનો અંત લાવ્યા છે; તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યાં છે; ઇઝરાયલના રાજા યહોવાહ, તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહિ.
૧૬તે દિવસે તેઓ યરુશાલેમને કહેશે કે, “હે સિયોન, બીશ નહિ, તારા હાથો ઢીલા પડવા દઈશ નહિ.
૧૭યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, શક્તિશાળી ઈશ્વર તને બચાવશે; તે તારા માટે હરખાશે. તે તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે. તે ગાતાં ગાતાં તારા પર આનંદ કરશે,
૧૮તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારુ દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણાંરૂપ થશે.
