1 કાળવૃતાંત ૧૪:૯
હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.1 કાળવૃતાંત ૧૪:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 14:9
- Now the Philistines had come and made a raid in the valley of Rephaim.
- हिन्दी — 1 इतिहास १४:९
- पलिश्ती आए और रपाईम नामक तराई में धावा बोला।
સંદર્ભમાં
૭અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
૮હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
૯હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.
૧૦પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, “શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?” યહોવાહે તેને કહ્યું, “આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ.”
૧૧તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે.” તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું.
