1 કાળવૃતાંત ૨૫:૯
પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.1 કાળવૃતાંત ૨૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 25:9
- Now the first lot came out for Asaph to Joseph; the second to Gedaliah, he and his brothers and sons were twelve;
- हिन्दी — 1 इतिहास २५:९
- पहली चिट्ठी आसाप के बेटों में से यूसुफ के नाम पर निकली, दूसरी गदल्याह के नाम पर निकली, जिसके पुत्र और भाई उस समेत बारह थे।
સંદર્ભમાં
૭તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.
૮તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.
૯પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૦ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
૧૧ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.
