કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૨૨
કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 15:22
- For as in Adam all die, so also in Christ all will be made alive.
- हिन्दी — 1 कुरिन्थियों १५:२२
- और जैसे आदम में सब मरते हैं, वैसा ही मसीह में सब जिलाए जाएँगे।
સંદર્ભમાં
૨૦પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે.
૨૧કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.
૨૨કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.
૨૩પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.
૨૪જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે.
