કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૩
જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:3
- When I arrive, I will send whoever you approve with letters to carry your gracious gift to Jerusalem.
- हिन्दी — 1 कुरिन्थियों १६:३
- और जब मैं आऊँगा, तो जिन्हें तुम चाहोगे उन्हें मैं चिट्ठियाँ देकर भेज दूँगा, कि तुम्हारा दान यरूशलेम पहुँचा दें।
સંદર્ભમાં
૧હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.
૨હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.
૩જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.
૪જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
૫હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
