કરિંથીઓને પહેલો પત્ર ૫:૯
મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો;કરિંથીઓને પહેલો પત્ર ૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 5:9
- I wrote to you in my letter to have no company with sexual sinners;
- हिन्दी — 1 कुरिन्थियों ५:९
- मैंने अपनी पत्री में तुम्हें लिखा है , कि व्यभिचारियों की संगति न करना।
સંદર્ભમાં
૭તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે.
૮એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ.
૯મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો;
૧૦પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.
૧૧પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ.
