કરિંથીઓને પહેલો પત્ર ૭:૩૨
પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;કરિંથીઓને પહેલો પત્ર ૭:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 7:32
- But I desire to have you to be free from cares. He who is unmarried is concerned for the things of the Lord, how he may please the Lord;
- हिन्दी — 1 कुरिन्थियों ७:३२
- मैं यह चाहता हूँ, कि तुम्हें चिन्ता न हो। अविवाहित पुरुष प्रभु की बातों की चिन्ता में रहता है, कि प्रभु को कैसे प्रसन्न रखे।
સંદર્ભમાં
૩૦રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
૩૧અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
૩૨પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;
૩૩પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.
૩૪તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
