1 રાજાઓ ૧:૪૦
પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.1 રાજાઓ ૧:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 1:40
- All the people came up after him, and the people piped with pipes, and rejoiced with great joy, so that the earth shook with their sound.
- हिन्दी — 1 राजाओं १:४०
- तब सब लोग उसके पीछे-पीछे बाँसुरी बजाते और इतना बड़ा आनन्द करते हुए ऊपर गए, कि उनकी ध्वनि से पृथ्वी डोल उठी।
સંદર્ભમાં
૩૮તેથી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરેથીઓ અને પલેથીઓએ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.
૩૯સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!”
૪૦પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.
૪૧અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?”
૪૨તે હજી બોલતો હતો, એટલામાં જ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, કેમ કે તું પ્રામાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે.”
