Skip to content
Methodist Church Nadiad
અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?”

1 રાજાઓ ૧:૪૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Kings 1:41
Adonijah and all the guests who were with him heard it as they had finished eating. When Joab heard the sound of the trumpet, he said, “Why is this noise of the city being in an uproar?”
हिन्दी1 राजाओं १:४१
जब अदोनिय्याह और उसके सब अतिथि खा चुके थे, तब यह ध्वनि उनको सुनाई पड़ी। योआब ने नरसिंगे का शब्द सुनकर पूछा, “नगर में हलचल और चिल्लाहट का शब्द क्यों हो रहा है?”

સંદર્ભમાં

૩૯સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!”

૪૦પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.

૪૧અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?”

૪૨તે હજી બોલતો હતો, એટલામાં જ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, કેમ કે તું પ્રામાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે.”

૪૩યોનાથાને અદોનિયાને જવાબ આપ્યો, “આપણા માલિક દાઉદ રાજાએ સુલેમાનને રાજા બનાવ્યો છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.