1 રાજાઓ ૨:૧૮
બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”1 રાજાઓ ૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 2:18
- Bathsheba said, “All right. I will speak for you to the king.”
- हिन्दी — 1 राजाओं २:१८
- बतशेबा ने कहा, “अच्छा, मैं तेरे लिये राजा से कहूँगी।”
સંદર્ભમાં
૧૬હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”
૧૭તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.”
૧૮બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”
૧૯બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.
૨૦પછી તેણે કહ્યું, “મારે તને એક નાની વિનંતી કરવાની છે; મને ના પાડીશ નહિ.” રાજાએ જવાબ આપ્યો, “બોલ, મારી માતા, હું તને ના નહિ પાડું.”
