1 રાજાઓ ૩:૨૦
તેથી તેણે મધરાત્રે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈ જઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો.1 રાજાઓ ૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 3:20
- She arose at midnight, and took my son from beside me while your servant slept, and laid it in her bosom, and laid her dead child in my bosom.
- हिन्दी — 1 राजाओं ३:२०
- तब इसने आधी रात को उठकर, जब तेरी दासी सो ही रही थी, तब मेरा लड़का मेरे पास से लेकर अपनी छाती में रखा, और अपना मरा हुआ बालक मेरी छाती में लिटा दिया।
સંદર્ભમાં
૧૮મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ એક બાળક જનમ્યું. અમે એકસાથે રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ નહોતું, પણ અમે બે જ ઘરમાં હતાં.
૧૯આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો.
૨૦તેથી તેણે મધરાત્રે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈ જઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો.
૨૧જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો.”
૨૨પછી બીજી સ્ત્રી બોલી, “ના, જે જીવતો દીકરો છે તે તો મારો છે અને જે મરણ પામેલો છે તે તારો દીકરો છે.” પ્રથમ સ્ત્રીએ કહ્યું, “ના, મરણ પામેલો દીકરો તારો છે અને જે જીવતો છે તે મારો છે.” આમ તેઓએ રાજા આગળ વિવાદ કર્યો.
