1 રાજાઓ ૩:૨૧
જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો.”1 રાજાઓ ૩:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 3:21
- When I rose in the morning to nurse my child, behold, he was dead; but when I had looked at him in the morning, behold, it was not my son whom I bore.”
- हिन्दी — 1 राजाओं ३:२१
- भोर को जब मैं अपना बालक दूध पिलाने को उठी, तब उसे मरा हुआ पाया; परन्तु भोर को मैंने ध्यान से यह देखा, कि वह मेरा पुत्र नहीं है।”
સંદર્ભમાં
૧૯આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો.
૨૦તેથી તેણે મધરાત્રે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈ જઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો.
૨૧જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો.”
૨૨પછી બીજી સ્ત્રી બોલી, “ના, જે જીવતો દીકરો છે તે તો મારો છે અને જે મરણ પામેલો છે તે તારો દીકરો છે.” પ્રથમ સ્ત્રીએ કહ્યું, “ના, મરણ પામેલો દીકરો તારો છે અને જે જીવતો છે તે મારો છે.” આમ તેઓએ રાજા આગળ વિવાદ કર્યો.
૨૩પછી રાજાએ કહ્યું, “એક કહે છે, ‘આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.’ અને બીજી કહે છે, ‘ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.’
