1 રાજાઓ ૮:૬૫
આમ, સુલેમાને અને તેની સાથે બધાં ઇઝરાયલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તે મિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ સાત દિવસ અને બીજા સાત દિવસ એમ કુલ ચૌદ દિવસ સુધી ઉજવણી કરી.1 રાજાઓ ૮:૬૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 8:65
- So Solomon held the feast at that time, and all Israel with him, a great assembly, from the entrance of Hamath to the brook of Egypt, before the LORD our God, seven days and seven more days, even fourteen days.
- हिन्दी — 1 राजाओं ८:६५
- अतः सुलैमान ने और उसके संग समस्त इस्राएल की एक बड़ी सभा ने जो हमात के प्रवेश-द्वार से लेकर मिस्र के नाले तक के सब देशों से इकट्ठी हुई थी, दो सप्ताह तक अर्थात् चौदह दिन तक हमारे परमेश्वर यहोवा के सामने पर्व को माना।
સંદર્ભમાં
૬૩સુલેમાન રાજાએ બાવીસ હજાર બળદ અને એક લાખ વીસ હજાર ઘેટાં અને બકરાં ઈશ્વરને શાંત્યર્પણો તરીકે ચઢાવ્યાં. આમ રાજાએ અને ઇઝરાયલના લોકોએ ઈશ્વરના સભાસ્થાનને સમર્પિત કર્યુ.
૬૪તે જ દિવસે રાજાએ ભક્તિસ્થાનના આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કરાવ્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણ, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓના ચરબીવાળા ભાગો ચઢાવ્યા હતા, કેમ કે ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી તે ચરબીવાળા ભાગોને સમાવવા માટે નાની પડતી હતી.
૬૫આમ, સુલેમાને અને તેની સાથે બધાં ઇઝરાયલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તે મિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ સાત દિવસ અને બીજા સાત દિવસ એમ કુલ ચૌદ દિવસ સુધી ઉજવણી કરી.
૬૬આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા.
