1 રાજાઓ ૮:૬૬
આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા.1 રાજાઓ ૮:૬૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 8:66
- On the eighth day he sent the people away; and they blessed the king, and went to their tents joyful and glad in their hearts for all the goodness that the LORD had shown to David his servant, and to Israel his people.
- हिन्दी — 1 राजाओं ८:६६
- फिर आठवें दिन उसने प्रजा के लोगों को विदा किया। और वे राजा को धन्य, धन्य, कहकर उस सब भलाई के कारण जो यहोवा ने अपने दास दाऊद और अपनी प्रजा इस्राएल से की थी, आनन्दित और मगन होकर अपने-अपने डेरे को चले गए।
સંદર્ભમાં
૬૪તે જ દિવસે રાજાએ ભક્તિસ્થાનના આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કરાવ્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણ, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓના ચરબીવાળા ભાગો ચઢાવ્યા હતા, કેમ કે ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી તે ચરબીવાળા ભાગોને સમાવવા માટે નાની પડતી હતી.
૬૫આમ, સુલેમાને અને તેની સાથે બધાં ઇઝરાયલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તે મિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ સાત દિવસ અને બીજા સાત દિવસ એમ કુલ ચૌદ દિવસ સુધી ઉજવણી કરી.
૬૬આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા.
