પિતરનો પહેલો પત્ર ૩:૮
આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.પિતરનો પહેલો પત્ર ૩:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Peter 3:8
- Finally, all of you be like-minded, compassionate, loving as brothers, tenderhearted, courteous,
- हिन्दी — 1 पतरस ३:८
- अतः सब के सब एक मन और दयालु और भाईचारे के प्रेम रखनेवाले, और करुणामय, और नम्र बनो।
સંદર્ભમાં
૬જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો.
૭તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ.
૮આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.
૯દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.
૧૦કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા;
