પિતરનો પહેલો પત્ર ૩:૯
દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.પિતરનો પહેલો પત્ર ૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Peter 3:9
- not rendering evil for evil or insult for insult; but instead blessing, knowing that you were called to this, that you may inherit a blessing.
- हिन्दी — 1 पतरस ३:९
- बुराई के बदले बुराई मत करो और न गाली के बदले गाली दो; पर इसके विपरीत आशीष ही दो: क्योंकि तुम आशीष के वारिस होने के लिये बुलाए गए हो।
સંદર્ભમાં
૭તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ.
૮આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.
૯દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.
૧૦કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા;
૧૧તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું.
