1 શમુએલ ૧૦:૧૨
તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?”1 શમુએલ ૧૦:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 10:12
- One from the same place answered, “Who is their father?” Therefore it became a proverb, “Is Saul also among the prophets?”
- हिन्दी — 1 शमूएल १०:१२
- वहाँ के एक मनुष्य ने उत्तर दिया, “भला, उनका बाप कौन है ?” इस पर यह कहावत चलने लगी, “क्या शाऊल भी नबियों में का है?”
સંદર્ભમાં
૧૦જયારે તેઓ પર્વત પાસે આવ્યા, ત્યારે પ્રબોધકોની ટોળી તેને મળી. ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તેના ઉપર આવ્યો અને તેણે તેઓની વચ્ચે પ્રબોધ કર્યો.
૧૧જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?”
૧૨તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?”
૧૩પ્રબોધ કરી રહ્યો, પછી તે ઉચ્ચસ્થાને આવ્યો.
૧૪ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા.”
