1 શમુએલ ૧૮:૨૪
શાઉલના ચાકરોએ દાઉદ જે બોલ્યો હતો તે વિષે શાઉલને જાણ કરી.1 શમુએલ ૧૮:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 18:24
- The servants of Saul told him, saying, “David spoke like this.”
- हिन्दी — 1 शमूएल १८:२४
- जब शाऊल के कर्मचारियों ने उसे बताया, कि दाऊद ने ऐसी-ऐसी बातें कहीं।
સંદર્ભમાં
૨૨શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે, ‘દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને, કહેવું, ‘જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, તેના સર્વ ચાકરો તને પ્રેમ કરે છે. માટે હવે, રાજાનો જમાઈ થા.’”
૨૩શાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા. દાઉદે કહ્યું, હું કંગાળ અને વિસાત વગરનો માણસ છું.” છતાં હું રાજાનો જમાઈ થાઉં એ વાત તમને નજીવી લાગે છે?’”
૨૪શાઉલના ચાકરોએ દાઉદ જે બોલ્યો હતો તે વિષે શાઉલને જાણ કરી.
૨૫અને શાઉલે કહ્યું કે, તમારે દાઉદને એમ કહેવું, ‘રાજાને કશા પલ્લાની જરૂર નથી. રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે કેવળ પલિસ્તીઓનાં સો અગ્રચર્મ જોઈએ છે.’ આવું કહેવામાં શાઉલનો બદઈરાદો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથથી માર્યો જાય.
૨૬હવે તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું.
